FAQ

સવાલ-જવાબ

 

*હું સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપું છુ. મારે સાહિત્ય સિવાયનાં પુસ્તકો જોઈએ છે. એ મળશે? *

હા, કેમ નહીં? અમારી પાસેથી આટલા પ્રકારનાં પુસ્તકો તમે મંગાવી શકો છો.

૧. સાહિત્ય ૨. સ્પર્ધાત્મક પરીક્ષાઓ (કારકિર્દીલક્ષી) ૩. કાયદો અને બંધારણ ૪. ધાર્મિક ૫. નવલકથા ૬. નવલિકા ૭. કવિતા-ગઝલ ૮. આધ્યાત્મિક ૯. પ્રેરણાત્મક ૧૦. આરોગ્ય ૧૧. જીવનચરિત્ર – આત્મકથા ૧૨. નાટક ૧૩. ઇતિહાસ ૧૪. પ્રવાસ ૧૫. જ્યોતિષ ૧૬. સેલ્ફ ડેવલપમેન્ટ ૧૭. બાળસાહિત્ય ૧૮. નિબંધ ૧૯. હાસ્ય ૨૦. વિજ્ઞાન – ગણિત તથા અન્ય અનેક વિષયો...

 

* મને વાંચવાનો શોખ છે, પણ મારા શહેર/ગામમાં પુસ્તકો મળતાં નથી. તો શું કરવું? *

તમારે જે અને જેટલાં પુસ્તક ખરીદવાં હોય એની વિગત અમને મોકલી આપો. એટલે પુસ્તક મોકલી આપવાની જવાબદારી અમારી. ટપાલ આવતી હોય એવા ભારતભરના કોઈ પણ ખૂણે અમે પુસ્તક મોકલી આપીશું. આ અંગે ટપાલથી કે અમારાં શો-રૂમ પર ફોન કરીને તમામ જરૂરી માહિતી આપ મેળવી શકશો.

 

* મારે પુસ્તકનો ઓર્ડર કેવી રીતે આપવો જોઈએ? *

ફોન, SMS, Whatsapp, ફેસબુક પેજ, ઇ-મેઈલ, વેબસાઇટ, આમાંથી કોઈ પણ માધ્યમ દ્વારા તમે પુસ્તકનો ઓર્ડર આપી શકો છો. ઓર્ડર આપતી વખતે તમારું પૂરું નામ, સરનામું, ફોન નંબર, ઇ-મેઈલ અને પુસ્તકની જરૂરી અથવા અમે જાણતા હો એટલી વિગતો આપવા વિનંતી છે. આ વિકલ્પો સિવાય રૂબરૂ મુલાકાત લઈ શકો તો આપનું સ્વાગત છે.

 

*...પણ મારી પાસે કમ્પ્યુટર કે ઇન્ટરનેટની સુવિધા નથી./ હું કમ્પ્યુટર – ઇન્ટરનેટ વાપરતો નથી. *

તો શું થઈ ગયું? તમે અમારા ફોન નંબર પર એક ફોન કરીને અથવા એક એસ.મ.એસ, થી પુસ્તકની વિગત જણાવી દો. તમારું સરનામું લખાવી દો. એટલે કમ્પ્યુટર કે ઇન્ટરનેટનાં ઉપયોગ વિના, તમને ઘરબેઠે પુસ્તક મળી જશે.

 

* આવી રીતે પુસ્તક ખરીદીએ તો એના રૂપિયા કેવી રીતે ચૂકવાના? *

તમારી વધુમાં વધુ સુવિધા મળે એ માટે, રૂપિયા ચૂકવવાના આટલા વિકલ્પ રાખ્યા છે.Credit Card, NEFT, કેશ ઑન ડિલિવરી ( COD ), બેંક એકાઉન્ટમાં ડિપોઝીટ.

 

* બરાબર. પણ ક્રેડિટ કાર્ડ કે એનઇએફટીથી પેમેન્ટ કરતાં અમને સિક્યોરિટીની ચિંતા રહે છે. *

આમ તો એ વિકલ્પો સલામત છે. છતાં તમને જરા પણ ખચકાટ થાય તો કેશ ઑન ડિલિવરીનો વિકલ્પ છે જ. પુસ્તક મળી જાય પછી તમારે ઘરે બેઠાં રૂપિયા ચૂક્વવાના.

કેશ ઑન ડિલિવરીની સુવિધા હાલમાં અમે પોસ્ટથી પુસ્તકો મોકલીએ છીએ. એટલે અમે તરત પુસ્તક મોકલીએ તો પણ, તેને પહોંચતાં સાત-આઠ દિવસ લાગી શકે છે.

 

* ...અને પોસ્ટેજનું શું? એ કેવી રીતે ગણાશે? *

તમે મંગાવેલાં પુસ્તકોની કિંમત રૂ.400 કરતાં વધારે થતી હોય તો તેનું પોસ્ટેજ અમે ભોગવીશું. રૂ.400 થી ઓછી કિંમતનાં પુસ્તક પર પોસ્ટેજ ફ્ક્ત રૂ. 40 થશે.

 

* મેં મંગાવેલું પુસ્તક તમારી યાદીમાં ન હોય તો? *

વાંધો નહીં. એ બજારમાં ઉપલબ્ધ હશે તો અમે તમારા માટે એ મેળવીને મોકલી આપીશું. જો પુસ્તક આઉટ ઓફ પ્રિન્ટ હશે- ખલાસ થઈ ગયું હશે, તો એ અંગે પણ તમને જાણ કરીશું. ટૂંકમાં, તમે મંગાવેલું પુસ્તક મળશે કે નહીં, એટલું તમને ચોક્કસ જણાવીશું.

અમારી વેબસાઇટની મુલાકાત લેનારા વાંચનપ્રેમીઓ Contact Us વિભાગમાં ‘Book Requirement From ના ખાનામાં પોતાની વિગતો અને જોઈતાં પુસ્તકોની વિગત જણાવશે, તો અમે એ પુસ્તકો વિશે તેમને શક્ય એટલી માહિતી આપીશું.

 

* મારે પુસ્તકો મેળવવાની ઉતાવળ છે અને એ માટે વધુ રૂપિયા ચુક્વવામાં મને વાંધો નથી. તો એવી પ્રીમિયમ સર્વિસ ઉપલબ્ધ છે? *

હા, કોઇની સાથે પરદેશ કે બીજે ગામ પુસ્તકો મોકલવાનાં હોય અથવા બીજા કોઈ પણ કારણસર તમારે અરજન્ટ ડિલિવરી જોઈતી હોય તો તમને પ્રીમિયમ સર્વિસ અંતર્ગત મળી શકે છે. તે માટે તમારે ચાર્જિસ માટે ઓફિસમાં સંપર્ક કરવાથી માહિતી મળી જશે.

 

* પુસ્તકો ઉપરાંત સાહિત્યની દુનિયાની જાણકારી અમને મળતી રહે એવી કોઈ વયવસ્થા ખરી? *

હા, તમારું ઇ-મેઈલ એડ્રેસ આપશો તો અમારા બ્લોગ/ન્યુઝલેટરમાં મુકાતી સાહિત્યની દુનિયાને લગતી માહિતી, કવિઓ-લેખકોની જન્મતારીખ,મૃત્યુતિથીની વિગતો અને બીજી ઘણી રસપ્રદ સામગ્રી તમને મળતી રહેશે.

આશા છે કે તમારી ઘણીખરી શંકાનું સમાધાન થયું હશે. આ સિવાયના કોઈ પ્રશ્નો હોય તો પણ અવશ્ય, વિના સંકોચે પૂછી શકો છો. ( તમારા પ્રશ્નો Contact Us વિભાગમાં મૂકવા વિનંતી.)